બાળગીત

ચાલો થઈઍ,ચાલો થઈઍ,
હસી રમી ને તાજા થઈઍ,
ઠંડી ઠંડી ભીની ભીની,
વરસાદી આ મોસમ મા
નાની કાગળ નાવડી થઈઍ.
ઉંચા નીચા નાના મોટા,
મોજા સંગે સાગર તરિયે.
ચાલો થઈઍ,ચાલો થઈઍ,
હસી રમી ને તાજા થઈઍ,
ભીની ઋતમા સીની ઋતમા,
હવાની આ તેજ લુંટમા,
નાના મોટા પતંગ થઈઍ
લૂંટીઍ તૂટીયે  કટિ કરિયે,
ગગન વિહારની મોજ કરિયે.
ચાલો થઈઍ,ચાલો થઈઍ,
હસી રમી ને તાજા થઈઍ,

-ઍમ.બારિયા