સુવિચાર

  • બુદ્ધિથી વિચરેલું સ્વાર્થ ભરેલું હાય છે,જ્યારે હૃદયથી વિચરેલું તમારામાં સાત્વિકતા લાવે છે.
  • બુદ્ધિ મનુષ્યની દુશ્મન છે,આત્માનો અવાજ તમને સદાચારનો માર્ગ બતાવે છે.
  • સ્વાભિમાનથી જીવતો માણસ ક્યારેય પણ અસત્યનો આશ્રય નથી લેતો.
  • અંતરની બારીઓ ખુલ્લી રાખશો તો દિવ્ય શક્તિઓ નો પ્રકાશ મળશે,
    બુદ્ધિની બારીઓ ખુલ્લી રાખશો તો સ્વાર્થ ભરેલા પવનો ફૂકાશે.
  • બુદ્ધિ સ્વાર્થની જનેતા છે,જ્યારે હૃદય પરોપકારનું દ્વાર છે.
  • માત્ર મહાન વિચારોથી માણસ મહાન નથી બનતો, પરંતુ ઉમદા વિચારો,આદર્શ જીવન અને મહાન કાર્યોથી માણસ મહાન બને છે.
  • ઍક બે કે પાંચ પંદર લોકોના કહેવાથી ક્રાંતિ થતી નથી, ક્રાંતિના બિજ માણસના મગજમાં રોપાય છે. અને વ્યવસ્થાથી કંટાડેલા સેંકડો લોકોમાં આ બિજ અંકુરિત થાય છે ત્યારે આપો આપ ક્રાંતિ થાય છે.