Sunday, February 27, 2011
Saturday, February 26, 2011
જિંદગીની કીતાબ
જિંદગીની કીતાબમાં કોરાં પાના મળી ગયાં,
અડધી રાતના ઉજાગરાને સમણા મળી ગયાં,
વીતી દિશા શૂન્ય જિંદગી આટલી,
નાવિક વીણ નાવને કીનારા મળી ગયા.
-ઍમ.બારિયા
જામ થતો
જીવનનો જામ થતો જોઉ છું,
દિવસ રાત દુ:ખોમા છમ થતો જાઉ છું,
મળિશ તું તે યાદમા જીર્ણ થતો જોઉ છું,
ફરી મધુરી યાદમા સતેજ થતો જાઉ છું,
વાસ્તવિકતાથી દુ:ખી થતો જાઉ છું,
નજરો તારી હતી ક્યા?
તારી નજરમા નાશ થતો જાઉ છું,
લખ્યું ‘મુકન’ કઈક અશબ્દ,
પામી જીવન આ શબ્દ થતો જાઉ છું.
-ઍમ.બારિયા
શેર
કોરા કાગળમાં કઈક આમ લખુ છું,મોગરાના તેજને પણ શ્યામ લખુ છું,ઉડી ન જાય સુવાસ તારી,ઍટલે બંધ ઍકાન્તમાં પણ નામ લખુ છું.-ઍમ.બારિયા
શેર
તારી ઍક યાદ જાણે ઘાયલ બની ગઈ,
પ્રેમથી પીધેલી ઘુંટ જાણે શરાબ બની ગઈ.
મોજાઓ ઉછળવાનુ ભૂલી ગયા,
ને જાણે સાગરની મસ્તી પણ ઓટ બની ગઈ.
-ઍમ.બારિયા
શેર
ઍક ઇલજામ માથે પડ્યો આવતા જતા હુ સૌને નડ્યો,બસ અમસ્તુજ ચુંટ્યુ ફૂલ ને જાણે હૂ વસંત ને નડ્યો.– ઍમ.બારિયા
Subscribe to:
Posts (Atom)