ગજલ-કાવ્ય સંગ્રહ

જ્યારે મહેક્યો અનંત ક્ષિતિજ સાગર હશે,
ત્યારે કિનારા સંગ ખીલ્યા પ્રણય રંગ હશે.
જ્યારે મહેક્યો…………
વિતિ તો ગઈ છે ઋતુ વસંતની છતા,
ખરેલા  પાંદડાને  પણ  પ્રીત  હશે,
છે અલાયદિ દુનીયા અહિં છતા
વીતેલા સમય ની પણ પ્રીત હશે.
જ્યારે મહેક્યો…………
મિત્રો બીરાદરો ની મહેફીલ છે ફાંકડી છતા,
ગુજરેલી  જિંદગીને પણ કોઈ પ્રીત  હશે,
ઓસરાઇ ગઈ છે દીપ્તિ આકાશની છતા,
વરસેલી  ચંદનીને  પણ  પ્રીત  હશે.
જ્યારે મહેક્યો…………
વિસ્વાસે જીતી છે  પ્રખર જિંદગી છતા,
ટપકતાં જાકલ બિંદુને પણ પ્રીત હશે.
કામણ કર્યા ‘મુકન’ સ્વપ્ને છતા,
છ્હુટેલ હૃદય સ્પંદનને પણ પ્રીત હશે.
જ્યારે મહેક્યો…………
-ઍમ.બારિયા


બહાર બનકર આયેહો મેરી જિંદગીમે
ખુસીયોકી બારિસ બનકર બરસના,
ટૂટજાયેન્ગી યાદેં દીવાર બનકર,
હર યાદમે ખ્વાહિશ બનકે રહના.
-ઍમબરીયા



સૂમસાન માર્ગે કોઈ નિસ્તેજ વદને ચાલ્યુ જાય છે.
અંતરના સ્નેહને દફનાવી કોઈ હસતુ ચાલ્યુ જાય છે.
શા માટે મળતા હશે બે હૈયા ?
હૃદય સ્પંદન જાણે કોઈનુ નામ રટાવતુ જાય  છે.
-ઍમબારીયા



આંખ ઉઘડીને નીંદર ઉડી ગઇ,
સવાર ખિલીને જાકળ ઉડી ગઈ,
બંદ હતા બારણા તમારી યાદના,
અત્તર રેળાયુ ને સુવાસ ઉડી ગઈ.
-ઍમબારીયા